મોરબી જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએથી આપઘાતના બનાવો સામે આવ્યા છે. જયારે મોરબી તાલુકામાં એક શંકાસ્પદ મોતનો બનાવ પણ પોલીસ ચોપડે નોંધાયો છે.
પ્રથમ બનાવમાં, મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતા સરતાનભાઇ ચોકલાભાઇ નાયક નામના યુવકે ગત થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમા વાડીમાં ઝેરી દવા પી જતા સારવર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પીટલમા દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું આઇ.સી.યુ વોર્ડ મેડીસીન બી યુનીટમા મોત નિપજતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, મોરબીમાં ભડિયાદ ગામની સીમ આશુતોષ ટાઈલ્સના કારખાનાની ઓરડીમાં રહેતા મિસરીબેન બાબુભાઇ ભુરીયા નામની મહિલાનું ભડિયાદ ગામની સીમ આશુતોષ ટાઈલ્સના કારખાનાના વાહન પાર્કિંગના સેડ પાસે રાત્રીના સમયે અચાનક કંઈ થઈ જતા કોઇ કારણસર સવારના સમયે મરણ ગયેલ હાલતમાં મળી આવતા બનાવને લઇ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં, ટંકારાનાં નેકનામ ખાતે રહેતી અરૂણાબેન હસમુખભાઇ લોરીયા નામની પરણીત મહિલાએ ગઈકાલે પોતાના ધરે કાઇપણ કારણોસર પોતાના રૂમમા ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનોએ તેને તાત્કાલિક ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરનાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી ટંકારા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.