મોરબીમાં આપઘાત અને અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં અકાળે મોતના ત્રણ બનાવો નોંધાયા હતા. મળતી માહિતી અનુસાર, મોરબીના મારૂતી પાર્ક ખાતે રહેતા આકાશભાઈ હસમુખભાઈ આંજણકાનો તેના પત્ની સાથે ગત ૦૪ જાન્યુઆરીએ ઝગડો થતાં પોતાના ઘરે પોતાની જાતેથી સીલીંગ પંખા સાથે સ્વેટર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી મરણ જતાં સમગ્ર મામલે મૃતકના પત્ની મનીષાબેન આકાશભાઈ આંજણકાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
જયારે અન્ય બનાવ અંગે મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકામાં આવેલ લોરેક્ષ સીરામીક રંગપરમાં રહેતો દુર્ગા સુશીલભાઇ કુર્મી નામનો કિશોર ગત તા.૨૮/૧૨/૨૦૨૨ ના બપોરના એક વાગ્યા વખતે લોરેક્ષ સીરામીકના લેબર ક્વાટરમા સુતો હતો ત્યારે અચાનક આંચકી આવતા તે બે-ભાન થઇ જતા પરિવારજનો દ્વારા તેને પ્રથમ સારવાર માટે મોરબીની શીવમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી. જયારે બીજી બાજુ વાંકાનેરના ભલગામ ખાતે રહેતા શિવકુમાર ભાઇલાલ પ્રજાપતિ નામના યુવકનું ગઈકાલે નર્મદા –પન કારખાનામાં કોઈ કારણોસાર મૃત્યુ થતાં જેની ડેડ બોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે જ્ઞાનકુમાર પ્રજાપતી નામના શખ્સ લઇ આવતા ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરાવી હતી.