મોરબીમાં વધતા જતા આપઘાત અને અકસ્માતોના બનાવો તંત્રના માથાના દુખાવા રૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા.
જેમાં પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં લીંબાળા ધાર ભારત સ્ટોન ક્રશર નામના ભડીયાની ઓરડીમા રહેતા હમુખભાઇ ઉર્ફે હરીભાઇ મકવાણા નામના યુવકે પોતાના પત્ની ગેજરી ગયેલ હોય અને પોતાના દીકરાની સગાઇ થતી ના હોય જેથી ટેન્શનમા આવી પોતાની જાતે ઓરડીમા લોખંડની એન્ગલ સાથે રીબેલ્ટની રબ્બર ટાઇપની દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા મોત નીપજ્યું છે. જેને લઇ યુવકની પત્નીએ પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી પોલીસ ચોપડે અકાળે મોત દાખલ કરી હતી.
જયારે બીજા બનાવમાં મોરબીના ઉચી માંડલ ઇટાલસ સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા રહેતા સોહનભાઇ કટારાનો એક વર્ષીય દીકરો સત્યમ ગત તા-૦૭/૦૧/૨૦૨૩ ના બપોરના આશરે દોઢેક વાગ્યાની આસપાસ ઉચી માંડલ ગામની સીમમા આવેલ ઇટાલસ સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા ગેસના ચુલા ઉપર પાણી ગરમ થતુ હતુ તેમા હાથ બોળતા હાથેપગે શરીરે દાઝી જતા રાજકોટ સરકારી સીવીલ હોસ્પીટલના બન્સ વોર્ડમા સારવારમા દાખલ કરેલ અને ત્યા ચાલુ સારવાર દરમ્યાન ગત તા-૧૧/૦૧/૨૦૨૩ ના રોજ મૃત થતા ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.
જયારે ત્રીજા બનાવમાં મોરબીના ત્રાજપર ખારી સામાકાઠે રહેતા મનિષાબેન મનુભાઇ અદગામા નામની મહિલાએ ગત તા.૧૫/૦૧/૨૦૨૩ ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા તેમના પરિવારજનોએ તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પરંતુ તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ ડો. ચિરાગ સાકિયાએ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે બનાવની નોંધ કરાવી હતી.