મોરબી જિલ્લા ના અલગ અલગ પોલીસ મથકમા અપમૃત્યુ ના ત્રણ બનાવ્યો નોંધાયા હતા.
પ્રથમ બનાવમાં, મોરબી તાલુકાનાં લાલપર ખાતે રહેતા રામજીભાઇ મોહનભાઇ વીલપરા નામના વૃદ્ધ ગઈકાલે રાત્રે પોતાના ઘરે હોય ત્યારે છાતીમા દુખાવો થતા તેઓને રજેશભાઇ વીલપરા નામના વ્યક્તિ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. અને બનાવને લઇ મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, બંધુનગર ગામની સીમ ફોરમ સીરામીક કારખાનાની ઓરડીમા રહેતા મૂળ ઝારખંડનાં કોન્ટ્રાકટર બુધરામ નિલામ્બર પુરતિ ગઈકાલે બંધુનગર ગામની સીમમાં વ્હાઇટ ગોલ્ડ કારખાના તરફ જતા કાચા રસ્તે ચાલીને જતા હતા. ત્યારે કોઇ બિમારી સબબ અચાનક તેઓને ચક્કર આવતા બેભાન થઇ જતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરનાં ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
ત્રીજા બનાવમાં, હળવદનાં મયુરનગર ખાતે રહેતા જયેશભાઇ કાનાભાઇ મકવાણા નામના યુવકે કવાડીયા ગામની સીમમા ગઈકાલે કોઇ કારણસર પોતાની જાતને રેલ્વેના પાટા પર પડતું મૂકી રેલ્વે નીચે કપાઇ જતા તેનું મોત નીપજ્યું હાટુ. જે બનાવને લઈ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.