મોરબીમાં અકાળે મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે વધુ ત્રણ લોકોના અકાળે મોત નીપજ્યાની વિવિધ પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, મોરબીના ફાટસર ગામે રહેતી ડાહીબેન કેશવજીભાઇ રાઠોડ નામની વૃદ્ધાએ ગઈકાલે પોતાના ઘરે કોઈપણ કારણોસર દાઝી જતા તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા જયારે તેઓને રાજકોટ લઈ જઈ રહ્યા હોય તે દરમિયાન રસ્તામાં જ તેઓનું મોત નિપજતા તેઓને પરત મોરબી સરકારી હોપિટલમા લાવી વૃદ્ધાને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, વાંકાનેરમાં વઘાસીયા ગામની સીમમાં આવેલ ઇમ્તેખાબભાઇ હાજીભાઇની વાડીમાં રહેતા શ્રવણભાઇ માનકર નામના યુવકનો ત્રણ વર્ષનો દીકરો રાજમોહન ગઈકાલે બપોરના સમયે પાણીની કુંડી પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક પાણીની કુંડીમાં પડી જાત ડુબી જતા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
ત્રીજા બનાવમાં, વાંકાનેરનાં સરતાનપર રોડ ફેઝન વીટ્રીફાઇડ કારખાનામાં રહેતા સાધુભાઇ ભગવાનસીંગ બારેલા નામના યુવકને ગઈકાલે સવારના સમયે અગમ્ય કારણોસર પેટમાં દુખાવો ઉપાડતા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલમાં અરવર્મા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયા અંગે ફરજ પરના ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.