મોરબીમાં આપઘાત તથા ઝેરી જાનવર કરડવામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અપમોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં ટંકારાની બાળકીને ઝેરી જાનવર કરડી જતા તો મોરબીના એક વેપારીનું ધંધાની ટેન્શનમાં ગળેફાંસો ખાઈ જતા મોત નીપજ્યું છે. જયારે મોરબીના વિરાટનગર ગામ ખાતે મહિલાનો ગળેફાંસો ખાઇ આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
પ્રથમ બનાવમા, ટંકારાનાં બંગાવડી ખાતે રહતી પ વર્ષીય બાળકી આરતી શુકમભાઇ રાઠોડ ગત તારીખ-૧૩/૦૭/૨૦૨૩ના રોજ સાતેક વાગ્યે બંગાવડી ગામની સીમમા વાડીમા કુદરતી હાજતે ગયેલ ત્યારે કોઇ ઝેરી જાનવર કરડી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીની હરીઓમ સોસાયટી ઘુંટુ રોડ ખાતે રહેતો કૌશીકભાઇ હરેશભાઇ લોદરીયા નામનો યુવક ઘણા સમયથી અલગ અલગ વેપાર-ધંધો કરતો હોય ધંધો બારાબર ચાલતો ન હોય અને ઘણા સમયથી ધંધાના ટેંનશનમા રહેતો હોય અને ધંધાના ટેંનશનના કારણે પોતાની જાતે બેલા ગામની સીમ યોગી કોમ્પલેક્ષની દુકાન નં-૧૧ મા ગળેફાસો ખાઇ આપધાત કરી લેતા સમગ્ર મામલે લીલાધરભાઇ રેવાભાઇ ચીખલીયા નામના નામના શખ્સે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં, મોરબીના જીબોન્ડ સિરામિક વિરાટનગર ગામ બેલા રોડ ખાતે રહેતા મીનાબેન નિતીનકુમાર વર્મા નામના પરણિત મહિલાએ ગઈકાલે સાંજના સમયે કોઈ કારણૉસર ગળે ફાસો ખાઈ લેતા તેઓને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે પરણિતાને તપાસી મૃત જાહેર કર્યા હતા. અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે. તેણીને ત્રણ વર્ષનુ એક પુત્ર છે.