Thursday, November 28, 2024
HomeGujaratમોરબી જિલ્લાના ગઈકાલે અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લાના ગઈકાલે અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબીમાં આપઘાત અને અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં ત્રણ લોકોના અકાળે મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં ભકિતનગર સોસાયટી ઇન્દીરાનગરમાં રહેતા ડાયબેન રતીલાલભાઇ પરમાર નામના વૃધ્ધા ગત તા.૨૭/૧૨/૨૦૨૩ના રોજ મોટરસાઇકલની પાછળની સીટમા બેસી મોરબીથી આમરણ જતા હતા. ત્યારે મોરબી પંચાસર ચોકડી પાસે વૃધ્ધાને ચક્કર આવતા મોટરસાઈકલ સાઇડમા ઉભુ રાખી વૃદ્ધા મોટરસાઈકલમાથી નિચે ઉતરતી વખતે નિચે પડી તેમને જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે વૃદ્ધાને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બનાવ નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, મોરબીનાં મહેન્દ્રનગર ગામ સિદ્ધિ વિનાયક સોસાયટી સિદ્ધિ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૪ ખાતે રહેતો ભરતભાઇ અરજણભાઇ આદ્રોજા નામનો યુવક મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરીગુણ બિઝનેસ સામે આવેલ લેટેસ બિઝનેસ સેન્ટરની બાંધકામ વાળી સાઇડ પર ગઈકાલે ઇલેક્ટ્રીશીનનુ કામ કરતો હતો. ત્યારે અગમ્ય કારણોસર પહેલા માળેથી નીચે પડી જતા તેને તાતકાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી છે.

ત્રીજા બનાવમાં, વાંકાનેરમાં એમ્બો સીરામીક કારખાનામા, સરતાનપર રોડ ખાતે રહેતા મૂળ રાજસ્થાનનાં હલ્કીબાઇ ઉર્ફે રેખા વા/ઓ છગનભાઇ જાટવ નામની મહિલા ગત તા-૨૩/૧૨/૨૦૨૩ના બપોરે સાડા બાર પોણા એક વાગ્યે મોરબી તાલુકા લાલપર પેટ્રોલ પંપ સામે મોરબી વાંકાનેર ને.હાઇવે રોડ પર RJ-11-SM-3367 નંબરનાં હીરો કંપનીનાં HF DELUX મોડલ મોટર સાયકલ પર જતી હોય જે ડરી જતા ચાલુ બાઇકે ઠેકડો મારતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. જેને લઈ તેને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું તા-૨૪/૧૨/૨૦૨૩ ના રોજ બપોરના મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. અને સમગ્ર મામલે મોરબી તાલુકાપોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!