મોરબીમાં આપઘાત અને અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેરમાં દિવાનપરા રણજીતપરા ભારત ઓઈલમીલની પાછળ રહેતા ભરતભાઈ નરશીભાઈ સોલંકી નામના આધેડ પોતાના ઘરે ગત તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ પગથીયા ચડી રહ્યા હોય તે વેળાએ પગે ઠેસ આવતા પડી જતા માથાના આગળના ભાગે ગંભીર ઇજા થતા તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે વાંકાનેર વાંકાનેર સરકારી હોસપીટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં વોર્ડ-ઈમા દાખલ કરેલ હોય જ્યાં ફરજ પરના ડો. ઈલીયાસ જુણેજાએ ચાલુ સારવાર દરમિયાન જોઈ તપાસી ગત તા.૧૮/૧૧/૨૦૨૩ ના રોજ આધેડને મૃત જાહેર કર્યા હતા. અને સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, વાંકાનેર મામલદાર ઓફીસ પાછ્ળ રહેતો અરજણભાઇ રાજેશભાઇ બાલસીંગ નામનો યુવક ગઈકાલે બપોરનાં સમયે દીવાનપરા જુની જી.ઇ.બી ઓફીસ પાસે હોય ત્યારે અકસ્માતે દીવાલ યુવક પર પડતા યુવકને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
જયારે ત્રીજા બનાવમાં, અમદાવાદ શહેરમાં ૮/૫૦૮ ઇંડિયાબુલ્લસ સેંટમ સરસપુર ખાતે રહેતા હિરલબેન ભરતકુમાર ડાભી નામની પરણિતાને ગત તા-૨૫/૧૧/૨૦૨૩ ના બપોરના ત્રણેક વાગ્યે ના અરસામા પેટમા અચાનક દુખાવો થવાથી મોરબી આયુશ હોસ્પીટલમા લાવતા સરવાર દરમ્યાન હાજર ડોક્ટરે મહિલાને જોઇ તપાસીને ગત તા-૨૭/૧૧/૨૦૨૩ ના રોજ મૃત જાહેર કરી હતી. અને સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.