Saturday, January 11, 2025
HomeGujaratમોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના ત્રણ બનાવમાં ૩૩ વર્ષીય પરિણીતા સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવની મળતી માહિતી મુજબ મોરબી-૨ શોભેશ્વર રોડ પાણીની ટાંકી પાસે રહેતા મુકેશભાઈ બાબુભાઈ દેવીપૂજક ઉવ.૩૨વાળાએ ગઈકાલ તા.૦૯/૦૮ના રોજ પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જતા તેમની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કામગીરી કરવા બી ડિવિઝન પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

બીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટી શુભ પેલેસ એપાર્ટમેન્ટના બ્લોક નં.૭૦૪માં રહેતા મિતાલીબેન તેજશભાઇ નાગરભાઇ ભુવા ઉવ ૩૩એ પોતાના ફ્લેટના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પરિણીતાના મૃત્યુ અંગેની પ્રાથમિક તપાસમાં રમેશભાઇ અમરશીભાઇ દેસાઇ ઉવ.૫૩ દ્વારા જાહેર કર્યું કે મૃતક મિતાલીબેન તેઓના પતિ સાથે રહે છે અને તેમના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાની માહિતી આપી હતી. હાલ મૃતક મિતાલીબેનનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરવામાં આવતા મરણ જનારનુ મોત ગળે ફાંસો ખાઇ લેવાના કારણે થયું હોવાનું ખુલતા હાલ બી ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આપઘાત કરવા પાછળના કારણો સહિતની તપાસ શરૂ કરી છે.

જ્યારે ત્રીજા બનાવમાં રાજસ્થાન રાજ્યના જારીયા રૂપાવત ગામના વતની કુશાલસીંહ લક્ષ્મણસીંહ પવાર ઉવ.૫૦ ગઈકાલ તા. ૦૯ ઓગસ્ટના રોજ સાંજના સમયે મોરબી બાજુથી ગાંધીધામ તરફ ટ્રક લઈને જતા હતા ત્યારે ધ ફર્ન હોટલ થી મોરબી બાજુ રોડ ઉપર અચાનક કોઈપણ કારણસર મરણ જતા તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં લાવતા પીએમ સહિતની તબીબી કામગીરી શરૂ કરી હતી. હાલ બી ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ હેડ કોન્સ. એચ.એમ.મકવાણા દ્વારા શરૂ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!