મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોતનાં બનાવો સામે આવ્યા છે. જેને લઈ સમગ્ર મોરબી જિલ્લાનો શોકમાં ગરકાવ થયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ૫૦૨ ઓમ પેલેસ જય અંબે નગર અવની ચોકડી કેનાલ રોડ પર રહેતી ભારતીબેન વિજયકુમાર ભોજાણી નામની મહિલાએ ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર પોતાના પતિનાં ઘરે ગળેફાંસો ખાઈ જતા તેને સારવાર અર્થે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં લાવતા હાજર ડોક્ટરે જોઇ તપાસીને મરણ ગયેલાનું જણાવતા પી.એમ. માટે મોરબી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. જયારે બીજી બાજુ મોરબીના લાલપરમાં આવેલ ડેલ્ટા સીરામીક કંપનીમાં કામ કરતા મનાભાઇ પંચકાની ૪ વર્ષીય દીકરી પ્રગ્યા મનાભાઇ પંચકા ગત તા.૧૩/૧૧/૨૨ ના સાંજાના સાડા છ વાગ્યાની આસપાસ કંપનીમા ચીમનીમાથી નીકળતા ગરમ પાણીમા કોઇ કારણો સર પડી જતા દાજી ગઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ તેને વધુ સવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં બન્સ વોર્ડ મા દાખલ કરવાં આવી હતી. જ્યાં તા.૧૪/૧૧/૨૨ ના રોજ તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. જયારે અન્ય બનાવમાં માળીયા મી.માં આવેલ જુના ઘાટીલા ભુદરભાઇ પટેલની વાડીમાં રહેતા અજયભાઇ ચીમનભાઇ નાયકા નામના ૧૬ વર્ષીય યુવકે ગઈકાલે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા પ્રથમ જેતપર (મચ્છુ) સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવારમા મોરબી સીવીલ હોસ્પીટલમા ખસેડસવામાં આવતા ત્યાં સારવારમા દાખલ થતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે…