મોરબી જીલ્લામાં અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજતા જે અંગે પોલીસે અ. મોતની નોંધ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બાબાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ ગોંડલ ગામનો ૩૨ વર્ષીય દિલીપભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજક નામનો યુવક પોતાના મામાને ત્યાં આવ્યો હોય અને ગઈકાલ તા.૩૦/૧૨ના રોજ મામના ઘરેથી કચરો વીણવા ગયો હોય ત્યારબાદ જોધપર નદી ગામ પાસે ફલોરા પાસે કેનાલમાંથી દિલીપભાઈ મરણ હાલતમાં મળી આવતાં મૃતક યુવાનના મામા નારાયણભાઇ મગનભાઇ દંતાણી તેની લાશ PM માટે અત્રેની મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી, ક્યાં કારણોસર યુવક કેનાલમાં પડી ગયા અંગે ઊંડાણપૂર્વક તપાસની તજવીજ હાથ ધરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે રહેતા અમરજીતકુમાર ઉવ.૨૨ નામના યુવાને ગઈકાલ તા. ૩૦/૧૨ના રોજ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેની લાશ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી, ત્યારે પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવમાં વાંકાનેર તાલુકાના ગુંદખડા ગામે રહેતા પોપટભાઇ વાલજીભાઇ સાપરા ઉવ.૫૧ ગત તા.૨૯/૧૨ના રોજ પોતાના ખેતરથી ટ્રેકટર લઇને આવતા હતા દરમ્યાન ચાલુ ટ્રેકટરમા પોપટભાઈને હાર્ટ એટેક આવતા અકસ્માતે તેઓ ટ્રેક્ટરની નીચે પડતા શરીર ઉપર્ ટ્રેક્ટરનુ વ્હીલ ફરી ગયું હતું, જેથી તેઓને માથામા તથા શરીરે છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મૃત્યુના બનાવમાં મૃતકના પુત્ર અશોકભાઇ પોપટભાઇ સાપરા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.