Sunday, January 5, 2025
HomeGujaratમોરબીમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબીમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવમાં મોરબી, વાંકાનેર તથા હળવદ એમ ત્રણેયના ગ્રામ્યમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે, જેમાં મોરબીના રાપરમાં મહિલાએ અને હળવડમાં આધેડ પુરુષે ઝેરી દવા પી લીધી હોય જ્યારે વાંકાનેરમાં જમતી વેળા બેભાન થઈ ઢાળી પાડેલ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રાપર ગામે જગદીશભાઈની વાડીએ ખેતમજૂરી કરતા સંતોકીબેન સુખરામભાઇ મસ્વન ઉવ.૪૫ એ ગઈકાલ તા.૦૨/૦૧ના રોજ રાપર વાડી વિસ્તારમા કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેમના પતિ સુખરામભાઇ તેમને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી સંતોકીબેનને મૃત જાહેર કર્યા હતા.

જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ ટીટા સેનેટરી વેર કારખાનામાં રહેતા ચંદન ઉર્ફે ચંદુ કુમાર પ્રભુભાઇ મહેતા ઉવ.૨૫ ગઇ તા.૦૧/૦૧ ના સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં જમતા હતા ત્યારે અચાનક બેભાન થઇ ગયેલ હોય જેથી તેમને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હાજર ડોક્ટરે તેને મરણ જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવ અંગે હળવદ તાલુકાના ઘણાદ ગામે રહેતા મેલાભાઇ ચકુભાઇ વાજેલીયા ઉવ.૪૭ ગઇ તા ૨૯/૧૨ના ૦૭/૦૦ વાગ્યેની આસપાસ ઘણાદ ગામની પોતાની વાડીયે પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા. ૩૧/૧૨ ના રોજ મેલાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ટીમે સ્થળ ઉપર પહોંચી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!