મોરબી જીલ્લામાં શહેર તથા ટંકારાના છત્તર અને હરીપર ગામે એમ અલગ અલગ ત્રણ સ્થળોએ અપમૃત્યુના બનાવમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હોય હાલ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી વિગતો અનુસાર, શહેરના લીલાપર-કેનાલ રોડ ઉપર અંજની પાર્ક સિસયાતીમાં રહેતા હરેશભાઈ મગનલાલ અંદરપા ઉવ.૪૪ ને લાંબા સમયથી મગજની બીમારી હોય ત્યારે ગઈકાલ તા. ૦૬/૦૨ ના રોજ સવારના અગીયારેક વાગ્યાના અરશામા હરેશભાઇ પોતાના રહેણાક મકાને હોય ત્યારે અચાનક તેમનો શ્વાસ બંધ થઇ જતા તેમને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને હરેશભાઈને મરણ ગયેલ જાહેર કર્યા હતા. પોલીસે મૃત્યુના બનાવ બાબતની તપાસમાં મૃતકના નાનાભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી છે.
અપમૃત્યુના બીજા બનાવમાં ટંકારાના છત્તર ગામે શ્રીરામ ફેક્ટરીના ફાયબરના શેડ ઉપર કામ કરતી વેળા મૂળ અમદાવાદના કાળુપુરમાં હરણવાળી પોળમાં રહેતા મોહમ્મ્દજુનેદ .નુરમોહમ્મદ શેખ ઉવ-૩૭ અકસ્માતે ઊંચાઈએ નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, બનાવ બાબતે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર આવી હતી ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ મામલે પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવની મળતી માહિતી અનુસાર ટંકારાના હરીપર(ભુ) ગામે રહેતા હરેશભાઇ કેશુભાઇ ચૈાધરી ઉવ.૪૨ ગઈ તા.૦૫/૦૨ ના રોજ ગામની સીમમાં પોતાની ખારાવાળી સીમ તરીકે ઓળખાતી વાડીએ કુવામાં મોટરના ફુટવાલ પાઇપમાં કચરો ભરાઇ જતા સાફ કરવા જતા કુવાના પાણીમાં ડુબી જતા હરેશભાઇ ચૌધરીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ટંકારા સરકારી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે પીએમ સહિતની કામગીરી કરી મૃતકનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે ટંકારા પોલીસે અજલે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી છે.