મોરબી શહેર તથા ગ્રામ્યમાં તેમજ વાંકાનેર ટાઉન વિસ્તારમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં એક ૬૦ વર્ષીય વૃદ્ધા સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા, હાલ અપમૃત્યુના બનાવ અંગે મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ દફતરે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબી શહેરના શનાળા રોડ ચિત્રકૂટ સોસાયટી શેરી નં.૩ માં અવઢ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧માં રહેતા મૂળ મોટા દહીંસરાના વતની વનીતાબેન બાબુભાઇ કાંજીયા ઉવ.૫૯ પોતાના દિકરાથી અલગ રહેવા જવાની જીદ કરતા હોય અને તેમના દિકરાએ મરણ જનારને અલગ રહેવા જવાની ના પાડતા હતા, ત્યારે તે બસબતનું વનીતાબેનને મનમાં લાગી આવતા, ગઈ તા.૨૬/૦૩ના રોજ ઉપરોક્ત રહેણાંક મકાનમાં પોતે પોતાની જાતે બાથરૂમમાં ઘઉમાં નાખવાના ટીકડા ખાય લેતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દસ્ખલ કર્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમ્યાન વનીતાબેનનું મૃત્યુ નીપજ્યું હતુ.
બીજા અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મરણ જનાર વિશાલકુમાર ગોવિંદભાઇ રાવળ ઉવ.૨૦ રહે.હાલ મેગાટ્રોન સીરામીક કારખાનામાં લેબર કોલોની પાવળીયારી પાસે સાપર ગામની સીમ તા.જી.મોરબી મુળ ગામ વેડા(ગોવિંદપુરા) તા.કલોલ જી.ગાંધીનગર.વાળો ગઇ તા.૨૪/૦૩ના રોજ વ્હેલી સવારમાં મેગાટ્રોન સીરામીક કારખાના પાછળ આવેલ પાણી ભરેલ ખાડા પાસે કુદરતી હાજતે ગયેલ બાદ ઘરે પરત આવેલ નહી અને તા.૨૭/૦૩ ના રોજ મરણ જનાર વિશાલભાઈની લાશ પાણી ભરેલ ખાડામાંથી કોહવાઇ ગયેલ હાલતમાં મળી આવતા તાલુકા પોલીસે બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
જ્યારે ત્રીજા અમૃત્યુના બનાવમાં વાંકાનેરમાં ૨૪ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં વાંકાનેરના પંચાસર રોડ ધરમનગરમાં રહેતા મુળ દુધાળાગીર જી.જુનાગઢના રહેવાસી જસવંતીબેન નિલેશભાઇ કરગઠીયા ઉવ.૨૪ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લેતા, તેણીનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની લાશ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતક જસવંતીબેનના દોઢ વર્ષ પૂર્વે લગ્ન થયા હોય ત્યારે પરિણીતા દ્વારા અકળ કારણોસર આપઘાત કરી લેવામાં આવતા વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.