મોરબી શહેર સહિત જીલ્લામાં અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવમાં ૩ વર્ષીય બાળક સહિત ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા, જે અપમૃત્યુના બનાવમાં પોલીસે અ. મોતની નોંધ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી શનાળા રોડ જીઆઇડીસીમાં મહેશ વેક્રિયાની ઓફીસ સામે નવી બનતી બિલ્ડીંગની સીડી ઉપરથી રમતા રમતા નીચે પડી ગયેલા ૩ વર્ષીય દિપેશભાઇ વિષ્ણુભાઇ વિશ્ર્વકર્મા રહે. અવની ચોકડી શ્યામ પાર્કવાળા માસુમ બાળકને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ત્યાંથી રાજકોટ દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ચાલુ સારવારમાં ૩ વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમા હશનભાઈ જલાલભાઈ શેરસીયાના પ્લોટમા બાંધકામ ચાલતું હોય ત્યારે ભારતભાઈ દિલીપભાઈ ભુરીયા તથા ગોલુભાઈ પ્રતાપભાઈ ડાભી બંને પીલર ભરવા માટેનુ લોખંડનુ પીંજરૂ દિવાલ ઉપર બેસી ફીટ કરતા હતા ત્યારે ઉપર ધ્યાન ન રહેતા સાઈડમાંથી પસાર થતી ઈલેકટ્રીક લાઈનમા લોખંડનુ પીંજરૂ અડી જતા બંનેને ઈલેકટ્રીક શોર્ટ લાગતા ભારતભાઈ દિલીપભાઈ ભુરીયા ઉવ.૨૫ રહે હાલ લાલપર ગામની સીમમા હશનભાઈ જલાલભાઈ શેરસીયાના પ્લોટમા ઉમીયા હળની સામે તા.વાંકાનેર મુળ ગામ રામપુરીયા વોર્ડ નં.૦૮ તા.પેટલાદ જી.જાંબુઆ મધ્યપ્રદેશવાળાને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવારમા લઇ જતા ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયેલનું જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં મકનસર ગોકુલનગરમાં રહેતા દિપકભાઇ ખોડાભાઇ સચાણીયા ઉવ.૫૦ ગઈકાલ તા.૨૮/૧૨ના રોજ રફાળેશ્વર જી.આઇ.ડી.સી સામે ઇંટુના ભઠામાં કામ કરતાં હતા ત્યારે ડી.સી માં પગ આવી જતાં દીપકભાઈનો ડાબો પગ આખો ક્રસ થતાં ગંભીર ઇજા થતાં તેઓને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા, ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ મામલે તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.