મોરબી જીલ્લામાં અપમૃત્યુના કુલ ત્રણ બનાવમાં મોરબીના બેલા ગામ નજીક, માળીયા(મી)ના ખાખરેચી ગામ તથા ટંકારા એમ ત્રણ અલગ અલગ સ્થળોએ ત્રણ વ્યક્તિના અકાળે મૃત્યુ નિપજ્યા હતા, ત્યારે મૃત્યુના બનાવને લઈને પોલીસે આ.મોતની નોંધ કરી ધોરણસરની તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના બેલા ગામ નજીક શંભુ હોમ ડેકોર કારખાના પાસે રોડ ઉપર પસાર થઈ રહેલી રીક્ષામાંથી અજાણ્યા ઈસમ દ્વારા કૂદકો મારતા રોડ ઉપર પટકાયો હતો, જેથી આશરે ૨૫ થી ૩૦ વર્ષ ઉંમર ધરાવતા અજાણ્યા ઇસમને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી, મૃતક અજાણ્યા યુવકના વાલી વારસ અંગે તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુના બીજા બનાવમાં માળીયા(મી) અણીયારી ચોકડીથી આગળ લેમીટ પેપરમીલ કારખાનામાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સુનિલકુમાર લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા ઉવ-૩૮ને ગઈ તા.૦૪/૦૮ના રોજ અચાનક પેટમા દુખાવો ઉપડતા સારવાર અર્થે મોરબી સમર્પણ હોસ્પીટલ બાદ વધુ સારવાર અર્થે મોરબી ક્રિષ્ના હોસ્પીટલ ખાતે લઈ જતા જ્યાં તા.૦૫/૦૮ ના રોજ વહેલી સવારના પેટમા દુખાવાની બિમારી સબબ સારવાર દરમ્યાન સુનિલકુમારનું મૃત્યુ નિપજતા તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે માળીયા(મીપોલીસે મૃતકના ભાઈ પસેથી પ્રથમીમ વિગતો લઈ અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારામાં કલ્યાણપર રોડ આશાબા પીરની દરગાહ પાસે રહેતા ફતેમામદભાઇ મુસાભાઇ જસરાયા ગઈ તા.૦૫/૦૮ ના રોજ પોતાના ઘરે ફળીયામાં ઉભા હોય ત્યારે અચાનક જોરદાર હાર્ટ એટેક આવતા પરિવારજનો તેમને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા, હાલ ટંકારા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે