મોરબી જીલ્લાના વાંકાનેર, ટંકારા તથા મોરબી તાલુકાના રંગપર બેલા ગામે એમ ત્રણ અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના બનાવમાં ત્રણ વ્યક્તિના અકાળે મોત નિપજ્યા હતા, હાલ તો પોલીસે ત્રણેય અપમૃત્યુના બનાવ અંગે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવની મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના રંગપર(બેલા) ગામે આવેલ સનટેન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા દાદુરામ બુજસેન ઉવ.૨૬ વાળાને ગઈ તા. ૨૬ અપ્રિલના રાત્રીના બાર વાગ્યાના આસપાસ લેબર ક્વાર્ટરમાં ઇલેક્ટ્રક શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પીએમ અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવીલ હોસ્પિટલ ખાતે લાવતા, પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તોએ ચલાવી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં આવતા નવા વઘાસીયા ગામે રહેતા તુલશીભાઈ દલપતભાઈ પરમાર ઉવ.૩૩ એ ગઈકાલ તા. ૨૬/૦૪ના રોજ પોતાના ઘરે રૂમમાં કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં હાજર ડોકટરે પોલીસને જાણ કરતા વાંકાનેર સીટી પોલીસ સ્થળ ઉપર આવી, મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી હતી.
આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના ભડવેલ ગામના વતની અને હાલ ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં આવેલ સ્લોગન કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા નીરૂભાઇ સોમાભાઇ પટેલ ઉવ.૨૦ એ ગઈ તા.૨૪/૦૪ ના રોજ સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરના ત્રીજામાળે પોતાની રૂમ ખાતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા નિરૂભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, મૃતકનો મૃતદેહ ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ટંકારા પોલીસે અ.મોત રજીસ્ટર કરી છે.