મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતનાં બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં કુલ ત્રણ અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા.
પ્રથમ બનાવમાં, માળીયા મી.માં દરબારગઢ પાછળ રહેતા શોહીલભાઇ હુશેનભાઇ મોવર નામનો યુવક ગત તા.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ પોતાનુ મોટર સાઇકલ લઇને જતા આગળ બહુ મોટા ખાડો હોય જેમા ટાયર અચાનક આવી જતા આગળનુ ટાયર ફાટી જતા મોટર સાઇકલ પરથી કાબુ ગુમાવતા યુવક ધડાકાભેર
નીચે પડ્યો હતો. જેના કારણે તેના માથામા હેમરેજ થઇ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલે યુવકના પિતા દ્વારા માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીમાં ઝીલટોપ સીરામીક સામે શોભેશ્વર રોડ ખાતે રહેતો બિકેશકુમાર અવધબિહારી સીંગ નામનો યુવક ગઈકાલે સવારના આશરે સાડા આઠેક વાગ્યાના સમયે મેટ્રોસીટી સીરામીક ખાતે કોલ્ડ ટાવરમાં પાણીમાં ડુબી જતા યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈ યુવકના મૃતદેહને બહાર કાઢી દિપકસિંહ દ્વારા તેને મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, મોરબીમાં ગ્લોરી સીરામીક હરિપર-કેરાળા જતા રોડ ઉપર રહેતા રાજેશભાઇ ગોપાલભાઇ પાત્રો નામના યુવકે ગઈકાલે રાત્રીના સમયે ગ્લોરી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ જતા તેને તાત્કાલિક રવિન્દ્રભાઇ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.