Thursday, January 16, 2025
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી જુગાર રમતા/રમાડતા ત્રણ ઝડપાયા

મોરબીમાં બે સ્થળોએથી જુગાર રમતા/રમાડતા ત્રણ ઝડપાયા

મોરબીમાં જુગારીઓની હોડ જામી હોય તેમ એક બાદ એક જુગારીઓ ઝડપાઇ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે બે સ્થળોએ રેઈડ કરી લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી જુગાર રમતા બે ઈસમોને તેમજ વર્લીફીચરના આકડા લખી જુગાર રમાડતા એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમને ગઈકાલે ખાનગી રાહે બાતમી મળી હતી કે, જુના બસસ્ટેંડ પાસે રોડ ઉપર બે શખ્સો શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભાવેશભાઇ નારણભાઇ સરર્વૈયા (રહે.લાતીપ્લોટ શેરી નં.૧૨ મોરબી)એ લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી ન્યુજીલેન્ડ (NZ) તથા શ્રીલંકા (SL) વચ્ચે ક્રિકેટમેચ ઉપર રાજેશભાઇ લાલજીભાઇ નકુમ (રહે.માધાપર શેરી નં.૦૩ મોરબી) સાથે રનફેરનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૧,૨૦૦/- તથા મોબાઇલ ફોન રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૨૩,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધ રી છે.

બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીનાં આધારે વાંકાનેર માર્કેટીંગયાર્ડ પાસે રેઈડ કરી જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા ભાવેશભાઈ રમેશભાઈ સોલંકી (રહે. વાંકાનેર મીલપ્લોટ નવજીવન સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા રોકડા રૂ.૧૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!