માળીયા(મી) પોલીસે મળેલ બાતમીને આધારે, જુના સુલતાનપુર ગામે ઓંઢ નામની સીમમાં તળાવના કાંઠે ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા, જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. ત્યારે પોલીસે તીનપત્તિનો જુગાર રમતા ત્રણને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં સીંકંદરભાઇ જાનમામદભાઇ જેડા રહે.માળીયા.મી. વાડા વિસ્તાર, નગીનભાઇ છગનભાઇ કૈલા રહે-ખાખરેચી તા.માળીયા(મી) તથા હકીમભાઇ રસુલભાઇ ભટ્ટી રહે.કાજરડા તા.માળીયા(મી) વાળાને રોકડા રૂ.૧૨,૫૦૦/- સાથે રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે રેઇડ દરમિયાન આરોપી જીગાભાઇ હરેશભાઇ સનુરા રહે-જુના સુલતાનપુર તા.માળીયા(મી), મીલન અમથુભાઇ કુરીયા રહે-સુલતાનપુર તા.માળીયા(મી), હકાભાઇ ગોરધન સિતાપરા રહે-જુના સુલતાનપુર તા.માળીયા(મી), વિષ્ણુભાઇ જશાભાઇ ગડેશીયા રહે-ચીખલી તા.માળીયા(મી) તથા અજાણ્યો ઇશમ એમ કુલ પાંચ જેટલા જુગારીઓ નાસી ભાગી જતા, પોલીસે તેને ફરાર જાહેર કર્યા છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.









