મોરબી શહેર વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસના ત્રણ અલગ અલગ દરોડામાં ચકલા-પોપટ અને વર્લીમટકાના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીની વીસી ફાટક પાસે પોલીસે બે દરોડા પાડી વરલીફીચર્સના આંકડા અલગ અલગ ચિઠ્ઠીઓમાં લખી જુદા જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા બે આરોપીને સીટી એ ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ છે. જેમાં મહેશભાઈ બચુભાઇ ઝંઝવાડીયા ઉવ.૪૦ રહે.વીસીપરા શેરી નં.૩ને રૂ.૧,૫૦૦/- સાથે જ્યારે બીજા દરોડામાં આરોપી પરષોત્તમભાઈ લાભુભાઈ વરાણીયા ઉવ.૩૨ રહે.વીસીપરા શેરી નં.૩ ને રોકડ રૂ.૧૦,૫૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા છે. હાલ એ ડિવિઝન પોલીસે બંને રેઇડ દરમિયાન આરોપીઓ પાસેથી વરલીફીચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડ રકમ સાથે અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રીજા દરોડામાં મોરબી ગાંધીચોક નજીક નગરપાલિકાની નવી બનતી બિલ્ડીંગ બહાર ચકલા-પોપટના ચિત્રો ઉપર નસીબ આધારિત રૂપિયાની લેવડ-દેવડ કરી હારજીતનો જુગાર રમી રમાડતા મોસીનભાઈ રહીમભાઈ દલ ઉવ.૨૯ રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્કવાળાને ચકલા-પોપટનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૪૬૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.