મોરબીના પાનેલી રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં શ્રમિક પરિવારના બાળકો ખાડા પાસે રમી રહયા હતા. જે સમયે અકસ્માતે ખાડામાં ડૂબી જવાથી 3 બાળકોના મોત નિપજ્યા હતા. ત્યારે મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી તાલુકા પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મોરબીના પાનેલી રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં ત્રણે બાળકો ડૂબ્યા હોવાની ઘટના બમી છે. પ્રતિજ્ઞા ભુરુભાઈ જમરા (ઉ.વ.5), કુલદીપ કૈલાસભાઈ દાવર (ઉ.વ.6) અને ખુશ્બૂ કૈલાસભાઈ દાવર( (ઉ.વ.4) નામના બાળકો રમતા-રમતા ખાડામાં પડી ગયા હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અંદાજે 3 ફૂટ ઊંડા ખાડામાં પાણી ભરેલું હતું. જેમાં બધા બાળકો પડી જતા મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તમામ બાળકો અલીરાજપુર, એમપીના શ્રમિક પરિવારના હતા. ત્યારે બનાવને અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.