ત્રણેય આર્મ પોલીસ કોન્સ્ટેબલ સામે આદેશ ભંગનો ગુનો નોંધાતા મોરબી પોલીસબેડામાં ખળભળાટ
મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ત્રણ આર્મ કોન્સ્ટેબલને બેઝીક ગુજરાત કેડર કોર્ષની તાલીમ માટે પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી(સોરઠ)માં તાલીમ લેવા માટે જવાનું હોય તેવો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ તેઓ ત્રણેય તાલીમના સ્થળે ફરજ ઉપર હાજર ન થઈ મનસ્વી રીતે ગેરહાજર રહેતા ત્રણેય આર્મ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેય પોલીસકર્મીઓ સામે જીપી એક્ટ ૧૪૫(૨)હેઠળ ગુનો નોધવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલા ત્રણ આર્મ પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર રાયધનભાઇ ડાંગર, ખાલીદખાન રફીકભાઇ કુરેશી તથા મિત્તેષકુમાર લલીતભાઇ સોલંકીને ગત તા. ૨૩/૦૬ના રોજ તેઓને બેઝીક ગુજરાત કેડર કોર્ષ (ADI Basic) તાલીમ માટે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે ટ્રેનીંગમાં જવાનો મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા આદેશ કરાયો હોય જે અનુસંધાને ત્રણેય પોલીસ્કારમીને તેની વર્તમાન ફરજ પરથી છુટા કરી તાલીમ અર્થે મોકલ્યા હોય ત્યારે કારેલ આદેશમાં પોલીસ કર્મચારી તરીકે જેનુ પાલન અને આદર કરવાની તેની ફરજ હોવા છતા, કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કરી, પોતાની ફરજમાં ગફલત કરી, કાયદેસરની ફરજ ઉપર હાજર નહી થઇ, મનસ્વી પણે ફરજ ઉપર ગેરહાજર રહેતા ત્રણેય સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.