Friday, January 9, 2026
HomeGujaratમોરબીમાં ત્રિદિવસીય "સરદારકથા" સંપન્ન : પ્રત્યક્ષ અને પરોક્ષ હજારો લોકોએ શ્રવણ કર્યું

મોરબીમાં ત્રિદિવસીય “સરદારકથા” સંપન્ન : પ્રત્યક્ષ અને પરોક્ષ હજારો લોકોએ શ્રવણ કર્યું

“મને રાષ્ટ્રહિત સિવાયના કોઈ સપના નથી આવતા” એવી ઘોષણા જેમને કરેલ હતી એવા સરદાર વલ્લભભાઈની સરદાર કથા સંપન્ન થઇ છે. મોરબીમાં યોજાયેલ ત્રિદિવસીય “સરદારકથા”નું પ્રત્યક્ષ અને પરોક્ષ હજારો લોકોએ શ્રવણ કર્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે નિર્શીવ ફાઉન્ડેશન, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તેમજ ગોપાલભાઈ ચમારડી દ્વારા ભારતની એકતા અને અખંડીતતાના મસીહા, લોહ પુરુષ, ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન જેમને સ્વતંત્રતાની લડતમાં અદકેરું યોગદાન આપ્યું હતું. જેમને પોતાની વકીલાતનો ત્યાગ કરી પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રસેવા માટે સમર્પિત કરી દિધું હતું અને એટલે જ તેઓ કહેતા કે “મને રાષ્ટ્રહિત સિવાયના કોઈ સપના નથી આવતા” આવા ત્યાગ, બલિદાન, સહનશીલતાની મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિદિવસીય કથા સંપન થઈ છે. આ ત્રણ દિવસ દરમ્યાન સરદાર પટેલના જીવન કવનની યશોગાથા શૈલેષભાઈ સગપરિયાના વ્યાસાસને રજૂ થઈ હતી. કથાના અંતિમ દિવસે કથાકાર શૈલેષભાઈ સગપરિયાએ બારડોલી સત્યાગ્રહમાં સરદારે ખેડૂત ભાઈઓ અને બહેનોને અંગ્રેજ સલતન સામે લડત માટે મજબુત રીતે ઉભા રહે એવા તૈયાર કર્યા હતા,અંગ્રેજ સરકારે ખેડૂતોની ગાયો, ભેંસો અને પાંચ હજાર એકર જમીન પણ પોતાના હસ્તગત લઈ લીધી હતી.

છતાં ખેડૂતો ઝુક્યા નહીં પણ અંગ્રેજ સરકાર ઝૂકી ગઈ અને કર વધારો પાછો ખેંચ્યો અને ખેડૂતોની માલ મિલકત જમીન બધું જ પાછું આપવું પડયું અને વલ્લભભાઈને “સરદાર” નું બિરૂદ પ્રાપ્ત થયું છે.

બારડોલી સત્યાગ્રહ બાદ સરદાર રાષ્ટ્રીય ફલક પર છવાઈ ગયા હતા. રાષ્ટ્રને સ્વતંત્રતા અપાવવા માટે અનેકાનેક જવાદારીઓ વહન કરી હતી. આ દરમ્યાન એમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. લાંબી લડતના અંતે દેશને સ્વતંત્ર કરવાની ઘોષણા થઈ પણ અંગ્રેજોએ સમગ્ર ભારત ટુકડે ટુકડામાં વહેંચાઈ જાય માટે એવો ડ્રાફ્ટ તૈયાર કર્યો જેમાં લખ્યું હતું કે “દેશના 562 રજવાડાંઓ છે એમને ભારત કે પાકિસ્તાન જેમાં ભળવું હોય તેની સાથે ભળી શકે અને જેમને સ્વતંત્ર રહેવું હોય તે સ્વતંત્ર રહી શકે” આવી ઘોષણાના કારણે 562 રજવાડાંઓને એક કરવાનું સરદારે બીડું ઝડપ્યું હતું, શરૂઆત ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું ભાવેણા રજવાડાંનું ભારત સાથે જોડાણ કર્યું હતું, 562 પૈકી 222 જેટલી રિયાસતો તો સૌરાષ્ટ્રમાં હતી. એક પછી એક રજવાડાંઓ જોડાતા ગયા, છેલ્લે ત્રણ રજવાડાં જૂનાગઢ, કશ્મીર અને હૈદ્રાબાદ બાકી રહ્યા એમને પણ સરદારે શામ, દામ, દંડ, ભેદ વગેરેનો ઉપયોગ કરી આગવી સૂઝબૂઝ અને કુનેહથી ભારતમાં વિલીન કરી દીધાં હતા અને અખંડ ભારતનું એક ભારતનું નિર્માણ થયું હતું. આવી તમામ બાબતો શૈલેષભાઈ સગપરિયાએ પોતાની ભાવવાહી શૈલીમાં રજૂ કરી હતી, 562 રજવાડાંઓને એક કરવાની મથામણમાં સરદાર પટેલની તબિયત લથડી અને 15,ડિસેમ્બર,1950 ના રોજ એક મહા માનવે આ ધરતી પરથી વિદાય લીધી હતી. આ સરદારની વિદાયની વાત સાંભળી ઉપસ્થિત સૌની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા, ત્રિદિવસીય આ સરળ 4 કથામાં કડકડતી ઠંડીમાં પણ ધારાસભ્ય, સંગઠનના પ્રમુખો અગ્રગણ્ય મહાનુભાવો સહિત હજારો લોકોએ પ્રત્યક્ષ તેમજ પરોક્ષરૂપે ઓનલાઈન લાભ લીધો હતો. આ કથાને સફળ બનાવવા રોહનભાઈ રાંકજા, આરતીબેન રાંકજા તેમજ ગોપાલભાઈ ચમારડી એ.કે.પટેલ ચેરમેન, ત્રમ્બકભાઈ ફેફર ઉપ પ્રમુખ બેચરભાઈ હોથી પ્રમુખ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી, શૈક્ષિક મહાસંઘની ટીમ પાટીદાર શિક્ષક સમાજની ટીમ વગેરે ખુબજ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!