Friday, October 18, 2024
HomeGujaratમોરબીના બહાદુરગઢના પાટીયા પાસેથી કેમિકલ ચોરી કરતા ચાર ઇસમોના ત્રણ દિવસના મંજૂર

મોરબીના બહાદુરગઢના પાટીયા પાસેથી કેમિકલ ચોરી કરતા ચાર ઇસમોના ત્રણ દિવસના મંજૂર

મોરબી એલસીબીની ટીમે બાતમીના આધારે બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ રોડ પર રેઇડ કરી બે ટેન્કરમાંથી અન્ય વાહનમાં કેમિકલ કાઢતા ચાર શખ્સોને પકડી પાડયા હતા. જેમને કોર્ટમાં રજુ કરતા કોર્ટે દ્વારા ચારેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમી આધારે તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેર એ પંજાબ હોટલ નજીક કેરોલી એલએલપી યુનિટની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાંથી બે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા હોય તેવું સામે આવ્યું હતું. તેને આધારે બે ડ્રાઇવર સહિત કુલ ચાર લોકોની અટકાયત કરી હતી. જેને લઇને ટ્રાન્સપોર્ટના સુપર વાઈઝર અબ્દુલભાઈ ચાકીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઇને ચારેય આરોપી મહેતાબખાન મહંમદગુલશન ખાન, અબ્દુલકમાલખાન જમાલુદ્દીનખાન, કૌશિક વજુભા હુંબલ અને હરેશ સાદુર હુંબલ નામનાં ચારેય આરોપી વિરુદ્ધ વિશ્વાસધાત અને ચોરીનો ગુન્હો દાખલ કરી પકડી પાડવામાં આવ્યા હતા. જેમના રિમાન્ડની માંગણી સાથે તપાસનીશ અધિકારી પી .એસ.આઇ અધિકારી બી.એમ. બગડા દ્વારા મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જેને લઇને કોર્ટે ચારેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેવી માહિતી તપાસનીશ અધિકારી પાસેથી જાણવા મળી છે. તેમજ પોલીસે આ ચારેય આરોપી કેટલા સમયથી ચોરી કરતા હતા. ? તેમજ ચોરી કરેલ કેમિકલ નો નિકાલ ક્યાં જગ્યાએ કરતા હતા. ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!