Wednesday, April 17, 2024
HomeGujaratપાણી જાણી ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત સહિત જિલ્લામાં અપમૃત્યુના ત્રણ...

પાણી જાણી ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત સહિત જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વધુ ત્રણ અપમૃત્યુના બનાવો જુદા જુદા પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં બે યુવતી અને એક યુવાન મોત ના ખપ્પરમાં હોમાયા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના પાવન પાર્ક શેરી નં-૧માં હિરેનભાઇ હરજીવનભાઇ પરમારના ભાડાના મકાનમાં રહેતા મૂળ જામનગર પંથકના દીવ્યાબા રામદેવસિંહ પથુભા (ઉ.વ.૨૦)એ કોઇપણ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેમાં તેની પંખે લટકતી હાલતમાં મોત નીપજ્યું હતું આથી. મૃતકના સંબંધી બાપાલાલસિંહ જોરૂભા જાડેજાએ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુ અંગેના વધુ એક બનાવ અંગે વાંકાનેર સીટી પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરના વીડી ભોજપરા ખાતે ઇસ્માઇલભાઇ પરાસરાની વાડીએ પરપ્રાંતીય અનીતાબેન જગુભાઇ દેવડા નામની ૧૯ વર્ષીય યુવતીએ વાડીએ કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ અને વધુ સારવાર અર્થે અમદાવાદ સારવાર લઇ વતનમાં સંજીવની હોસ્પીટલ બડવાનીમાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે.

વધુ એક અપમૃત્યુના બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે જાહેર થયેલ વિગત અનુસાર વાંકાનેરના ગારીયા ગામે રહેતા શક્તિસિંહ ગોવુભા વાળા નામના ૩૭ વર્ષીય યુવાન પોતાની ગારીયા ગામની સીમમા આવેલ વાડીએ વાવેતરમા ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યા હતા આ વેળાએ પાણીની તરસ લાગતા પાણીના બદલે ઝેરી દવાનુ ડબલુ હાથમા આવી જતા ડબલામાથી પાણી પી જતા ઝેરી અસર થઈ હતી જે જીવલેણ સાબિત થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આથી વાંકાનેર પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!