મોરબીમાં અપમોતનો સિલસિલો યથાવત રહ્યો છે. અને ગઈકાલે એક જ દિવસમાં ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યા છે. જેમાં અકસ્માતમાં ઘવાયેલ દર્દીનું સારવાર દરમિયાન તો બે લોકોએ ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યા છે.
પ્રથમ બનાવમાં, નડિયાદનાં સૈયાન રતનપરા ખાતે રહેતા ગણપતભાઇ ભુપેન્દ્રભાઇ ચારડા નામનો યુવક ગત તા.૦૯/૧૨/૨૦૨૨ ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે મોરબીના ઢુવા વરમોરા સિરામિક કંપનીમાં પતરાનો શેડ મારવાની કામગીરી કરતો હતો. તે વખતે ઉપરના ભાગેથી બીજુ એક સિમેન્ટનું પતરું યુવકના માથા ઉપર મુકેલા પતરા ઉપર પડતા માથાના ભાગે ઇજા થતા પ્રથમ સારવાર માટે સમર્પણ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલમાં લઇ જઇ પ્રાથમીક સારવાર કરાવી વધુ સારવાર માટે રાજકોટ શહિદ બ્રિજ પાસે સેલ્સ હોસ્પીટલમા લઇ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પીટલમા લઇ ગયેલ અને જ્યાં તેઓને સારવારમાં સારૂ ન થતા પોતાના ઘરે લાવેલ અને બહારના દર્દી તરીકે સારવાર લેતા હતા. દરમ્યાન તેઓનું પોતાના ઘરે જ મોત નિપજતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, ટંકારાની જીવાપર ગામની સીમ કેસુભાઇ પચોડીયાની વાડીએ રહેતા અશ્રિનભાઇ ધારજીભાઇ તલાટ નામના સગીરે ગઈકાલે કોઇ કારણો સર જીવાપર ગામની સીમમાં આવેલ જીજુ નદીના કાંઠે હનુમાનજી નવા મંદિરની સામે લીમડાના ઝાડની ડાળી સાથે ચુંદડી વળે ગળેફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ મૃતકના પિતા ધારજીભાઇ તલાટે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં, ટંકારાના નેસડા સુરજી અનુસુચિતવાસ ખાતે રહેતા રમેશભાઇ આલજીભાઇ પંચાલ નામના આધેડે અગમ્ય કારણોસર પોતાના ધરે પોતાની જાતે ગળે ફાસો ખાઇ જતા તેના નાનાભાઇ વિનોદભાઇ આલજીભાઇ પંચાલ તેઓને ટંકારા સરકારી હોપિસ્ટલ ખાતે મૃત હાલતમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી અકાળે મોતની નોંધ કરાવી હતી.