મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો સામે આવ્યા છે જેમાં ટ્રક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા સવારનું મોત થયું છે જ્યારે પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું અને બીમારી બદલ પરિણીતાનું મોત થયું હોવાનનું પોલીસ ચોપડે નોંધાયું છે.
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ફન હોટલ નજીકથી રીક્ષામાં સવાર થઈ દેવજીભાઈ લાલજીભાઈ વડેસા (ઉવ.૩૫)તથા તેમના પત્ની સવીતાબેન મોરબીથી વાધરવા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બેફામ સ્પીડે આવતા ટ્રક નંબર GJ-09-Z-7037 ના ચાલકે આડેધડ ટ્રક ચલાવવી રોડની ડીવાઈડરની કટમાં અચાનક વળાંક લેતા સી.એન.જી રીક્ષાને હડફેટે લીઘી હતી આ અકસ્માતમાં રીક્ષા સવાર દેવજીભાઈ લાલજીભાઈ વડેસાને મોઢામાં તથા હાથમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને મૃતકના ભાઈ કાનજીભાઈ લાલજીભાઈ વડેસાએ મોરબી સીટી બી ડિવિઝન પોલિસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
અન્ય એક બનાવમાં મોરબીના ત્રાજપર ખાતે રહેતા સલીમ ભાઇ બચુભાઇ સમૈજા નામના પચીસ વર્ષીય યુવાન અકસ્માતે ત્રાજપર ખાતેની પાણીની કુંડીમાં પડી જતા તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક બનાવમાં ટંકારા તાલુકાના વિરવાવ ગામે આવેલ ગીરીરાજસિંહ હઠુભાઇની વાડીએ કામ કરતા મૂળ એમપીના રેશમાબેન ભાયાભાઇ માનઠાકોર નામના 45 વર્ષીય પરિણીતાનું સવારે સાત વાગ્યાની આસપાસ કોઈપણ બિમારી બદલ મોત નિપજતા તપાસ અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેઓનું મોત થયાનું ફરજ પરના ડોકટરે જાહેર કાર્યું હતું.