મોરબી જીલ્લામાં અપમૃત્યુના ત્રણ અલગ અલગ બનાવ પોલીસ દફતરે નોંધાયા છે, જેમાં શહેરના ઉમિયાનગર, માળીયા(મી) તાલુકાના સોનગઢ અને ટંકારા વિસ્તારમાં એમ ત્રણ વ્યક્તિઓ અકાળે મૃત્યુ નિપજ્યા હતા. હાલ સંબંધિત પોલીસ મથકે અ.મોતની નોંધ કરી પોલીસે આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મોરબી-૨ માં આવેલ ઉમિયાનગર સોસાયટી સોઓરડી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કિરીટભાઈ પરમાર ઉવ.૨૨ નામના યુવાને ગઈકાલ તા.૧૯/૦૨ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવતા ફરજ ઉપર હાજર તબીબે પ્રકાશભાઈને મૃત જાહેર કર્યા હતા.
અપમૃત્યુના બીજા બનાવમાં માળીયા(મી) સોનગઢ ગામની સીમમાં રહેતા મૂળ બિહાર રાજ્યના વતની રંજનકુમાર મદન મહેતા ઉવ.૨૧ ગો તા.૧૦/૦૨ના રોજ નવા બની રહેલા વીજપોલ પર કામ કરતી વખતે ૨૫ થી ૩૦ ફુટ ઊંચાઈ પરથી નીચે પડતાં ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે ત્રીજા અલનૃત્યના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર આવેલ વૃંદાવન પોલીપેક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા તારાબેન ઉર્ફે માયાબેન કૃષ્ણપાલ પર્વતભાઇ સહેરીયા ઉવ.૧૯ મૂળરહે. બાલાબેહત ગામ તા.પાલી જી.લલીતપુર ઉત્તર પ્રદેશના રહેવાસી તેના પતિ કૃષ્ણપાલ પાસે નવો મોબાઇલ ફોન લઇ આપવાની અવાર-નવાર જીદ કરતા હોય અને ગઇ તા.૧૮/૦૨/૨૦૨૬ ના રોજ તારાબેન ઉર્ફે માયાબેને નવો મોબાઇલ ફોન લઇ આપવા બાબતે જીદ કરતા તેના પતિ કૃષ્ણપાલે સમજાવેલ કે પગાર આવશે ત્યારે લઇ અપીશ જેથી તે બાબતે તેણીને મનોમન ખોટુ લાગી આવતા પોતે-પોતાની જાતે લેબર ક્વાટરમાં પંખા સાથે ચુંદડી(દુપટ્ટો) વડે ગળેફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.









