મોરબી જીલ્લામાં ત્રણ અપમૃત્યુના બનાવમાં હળવદ ટાઉનમાં ૧૭ વર્ષીય સગીર સહીત ત્રણના મૃત્યુ નિપજ્યા હતા. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.
અપમૃત્યુના પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર મૂળ એમપીના અલીરાજપુર જીલ્લાના કેડલી ગામના વતની હાલ મોરબી તાલુકાના વાંકડા ગામે વાડીમાં રહેતા ખેતશ્રમિક સાનીયાભાઈ તુવસિયા નિગવાલ ઉવ-૪૦એ પોતાના વતનમા રહેવા માટે પાકુ મકાન ન હોય જેની ચિંતાને કારણે ઉદાસ રહેતા હોય જે બાબતે મનમા લાગી આવતા તા.૨૭/૦૨ ના રોજ પોતાની જાતે ઝેરી દવા પી લેતા મોરબી સરકારી હોસ્પીટલે સારવારમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં સારવાર દરમ્યાન સાનીયાભાઈ મરણ જતા મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા બનાવમાં હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં આવેલ ચંદુભાઈ કણઝારીયાની વાડીમાં રહી ખેત મજૂરી કરતી પરણિતા સુમિત્રાબેન નગીનભાઇ રાઠવા ઉવ.૩૦ મૂળ રહે.બરોલી જી.છોટાઉદેપુર એ ગત તા.૨૬/૦૨ના રોજ કોઈ અગમ્ય કારણોસર વાડીમાં ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા સારવાર દરમિયાન તા.૨૮/૦૨ના રોજ સુમિત્રાબેનનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હળવદ પોલીસ મથકના એએસઆઇ દ્વારા હાથ ધરાઈ છે.
અપમૃત્યુના ત્રીજા બનાવની મળતી માહિતી અનુસાર હળવદ ટાઉનમાં ગોરી દરવાજે રહેતો ૧૭ વર્ષીય સગીર રવિ નવઘણભાઇ સપનારાએ પોતાની સગાઇ ન થવા બાબતે લાગી આવતા ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધેલ છે. મૃતક રવિએ તેઓના પિતાજી તથા માતાને બે માસ પહેલા સગાઇ કરાવી દેવાની વાતચીત કરેલ હોય અને બાદ મરણજનાર અવારનવાર સગાઇ કરાવી દેવાનુ જણાવતા હોય ત્યારે મૃતક રવિના માતા-પિતા યોગ્ય છોકરી મળે તો સગાઇ કરાવી દેશુ તેમ જણાવતા મરણ જનાર રવિને પોતાની સગાઇ નહી કરાવી આપવા બાબતે લાગી આવતા રવિએ પોતાના રહેણાંકે પોતાની જાતે પંખા સાથે સાડી બાંધી ગળેટુપો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે અ.મોત રજી. કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.