પૂજન-મહાઆરતી સાથે સહયોગીઓનું સન્માન, ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું.
મોરબીના જલારામ ધામ ખાતે રામનવમીના પાવન અવસરે શ્રી જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુ શ્રીરામના પૂજન અને મહાઆરતી સાથે સંસ્થાના સેવાકાર્યમાં સહયોગ આપનાર આગેવાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ફરાળ મહાપ્રસાદનો લાભ લીધો હતો,
રામનવમીના અવસરે મોરબીના જલારામ ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧૧:૩૦ કલાકે પ્રભુ શ્રીરામનું પૂજન અને બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે સંસ્થાના સેવાકાર્યમાં સતત સહયોગ આપતા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જયંતિભાઈ રાજકોટીયા, નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા, નૈમિષભાઈ પંડિત, કાજલબેન ચંડીભમર, દીપકભાઈ પોપટ, મયુરીબેન કોટેચા, સી.પી. પોપટ, વિઠ્ઠલભાઈ ગોહેલ, જીતુભાઈ પટેલ અને પ્રભુભાઈ પનારા સહિતના આગેવાનોનો સમાવેશ થયો હતો. કાર્યક્રમના અંતે ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક લાભ લીધો હતો.









