હળવદના માથકથી રાતાભેર વચ્ચે માટી ભરેલાં ૩ ડંમ્પર પોલીસે ઝડપી લીધા,દરોડો થી ખનીજ ચોરી કરતા તત્વોમા ફફડાટ
હળવદ તાલુકાના છેવાડાના ગામ એવા સુંદરી ભવાની ગામે સફેદ અને લાલ માટીનો વેપલો ફુલિયો ફાલ્યો છે જેને લઇને હળવદ પોલીસ દ્વારા સપાટો બોલાવતા ખનીજ ચોરી કરતા ૩ ડમ્પરો ઝડપી લીધા હતા. રોયલ્ટી સહિત અન્ય આધાર પુરાવા માંગતા આધાર પુરાવા ન મળતા આગળની કાર્યવાહી ભુસતરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના માથકથી રાતાભેર વચ્ચે મંગળવાર રાત્રિના નાઈટ માં હતા ત્યારે ગેરકાયદેસર પાસ પરમીટ વગર ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પરો ને પોલીસે ઝડપી લીધા હતા.
ત્રણ ડમ્પર જેના વાહન નં. GJ 36 V 4876 ,GJ 36 V 7755 ,GJ 36 X 7324 180 ટન માટી, સહીતનો મુદ્દામાલ કબ્જે કરી ખાણ ખનીજ ને સોંપી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હળવદ પોલીસ સપાટો બોલાવતા ખનીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.૭૫ લાખથી વધુ કિમતના વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.