Thursday, January 16, 2025
HomeGujaratહળવદના ઘનશ્યામગઢ નજીકથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ત્રણ ડમ્પર ઝબ્બે

હળવદના ઘનશ્યામગઢ નજીકથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ત્રણ ડમ્પર ઝબ્બે

હળવદ પંથકમાં રેત માફિયા વિરુદ્ધ પોલીસે સપાટો બોલાવી રોયલ્ટી વગર દોડતા ત્રણ ડમ્પર ઝડપી લીધા હતા જેને લઈને રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે રવિવારે રાત્રિના સમયગાળા દરમિયાન હળવદના ટીકર રોડ પર આવેલ ઘનશ્યામ ગઢ ગામ પાસેથી રોયલ્ટી વગર રેતી ભરી નીકળેલ ત્રણ ડમ્પર ચાલકોને ઝડપી લીધા હતા.હળવદ પોલિસે ટ્રક રજી ના. GJ 36 v 8371, ટ્રક નં.GJ 23 AT 7686 અને ટ્રક નં.GJ 36 v 5216 ને અટલાવી તલાશી લેતા અંદાજીત ૯૦ ટન ચોરાઉ રેતીનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે ટ્રક સહિત ૪૦ લાખના મુદ્દામાલ કબ્જે કરીખાણ ખનીજ ખાતાનો મેમો આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બીજી તરફ તંત્રની આકરી કામગીરીને લઈને રેત માફીયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!