વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ કરી પૈસાની માંગણી કરવાના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ સૂચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાંથી પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ ગૂન્હો નોંધાયો હતો કે, ફરીયાદી વિકાસ ગુડા બારેલા (રહે ગામ-નવલપુરા તા.અંજડ થાના-નવલુપરા જી.બડવાની રાજય-મધ્યપ્રદેશ)ને આરોપીઓ રણજીત દોલા વસુનીયા, સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા, રામકિશન તથા અન્ય ઇસમોએ ફરીયાદીનો સાળો આરોપીની દિકરીનુ અપહરણ કરી લઇ ગયેલ હોય જે મળી ગયેલ છે તેમ કહી સરતાનપર રોડ ઉપર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ ફેકટ્રીના ગેઇટ બહાર ફરીયાદીને બોલાવી ફરી. તથા સાહેદને બળજબરીથી ઇકો ગાડીમાં બેસાડી મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના દોલતપુરા ગામે લઇ જઇ ગેરકાયદેસર અટકાયતમાં રાખી ફરિયાદીના પરિવાર પાસે ફોન પર પૈસાની માંગણી કરી અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને બાદ મધ્યપ્રદેશ રાજયના સ્થાનિક પોલીસ સ્ટેશનનો ફરીયાદીએ ફોનથી સંપર્ક કરી ધાર જીલ્લાના અમજોરા પોલીસ સ્ટેશન ના દસઇ પોલીસ ચોકીમાં ફરીયાદીએ પોતાની ફરિયાદ જાહેર કરતા ઉપરોકત ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ત્યારે બનાવને પગલે વાંકાનેર પોલીસની ટીમ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતે તપાસમાં જઈ આરોપીઓની માહીતી મેળવી આરોપીઓ અલગ અલગ ગામડાઓમાં રહેતા હોય જેથી સ્થાનીક પોલીસ સાથે રાખી ગામડાઓમાં નાઇટ કોમ્બીંગ કરી ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર સાથે રણજીત દોલા વસુનીયા (રહે.દોલતપુરા તા.સરદારપુર જી.ધાર રાજય મધ્યપ્રદેશ), સંગ્રામ છગનલાલ કટારા (રહે. આનંદ ખેડી તા. સરદારપુર જી.ધાર રાજય મધ્યપ્રદેશ) તથા લવકુશ ઉર્ફે લોકેશ સમાજી મેડા (રહે.હનુમતીયા ફાગ તા.સરદારપુર જી.ધાર રાજય મધ્યપ્રદેશ) નામના આરોપીઓને પકડી પાડવા સફળતા મેળવેલ છે.