મોરબીના અલગ-અલગ વિસ્તારમાં હાલ જાણે જુગારીઓ માટે સિઝન ખુલી હોય તેમ જુગારના નાના-મોટા કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે શનાળા લાયન્સનગર મેઇન રોડ ઉપર જનત ઓટો ગેરેજ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી શનાળા લાયન્સનગર મેઇન રોડ ઉપર જનત ઓટો ગેરેજ પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા રજાકભાઇ અનવરભાઇ બુખારી (રહે. શનાળા બાયપાસ લાયન્સનગર બ્લોક નં.૪૧ મોરબી), અબ્દુલભાઇ મહમદભાઇ બુખારી (રહે. શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં.૫ મોરબી) તથા શબ્બીરભાઇ ઇકબાલભાઇ બુખારી (રહે. હાલ મોરબી જોન્સનગર શેરી નં. ૧૧ મુળ રહે. વાંકાનેર રેલ્વેસ્ટેશન પાસે રેલ્વે કોલોની) નામના શખ્સો મળી આવતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૭૭૦૦/- તથા રૂ.૬૦૦૦/-ની કિંમતના ૨ મોબાઇલ તથા રૂ.૪૫૦૦૦/-ની કિંમતની ૨ મોટરસાઇકલ મળી કુલ રૂ.૫૮,૭૦૦/-નો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.