વાંકાનેર તાલુકાના તીથવા ગામેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ૩ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ર શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે જુગાર સાહિત્ય સહિત રૂ.૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી તમામ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, તીથવા ગામના હનુમાનચોકમાં અમુક ઈસમો ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળનો ઘેરાવ કરી રેઇડ કરી હતી. જેમાં પોલીસે જુગાર રમતા રાજુભાઇ વાઘજીભાઇ સીતાપરા (રહે.તીથવા,મદરેસાની બાજુમાં,કોળીવાસ તા.વાંકાનેર જી.મોરબી), મગનભાઇ કશનભાઇ સાંથલીયા રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી તથા રમેશભાઇ ખીમજીભાઇ મેસરીયા રહે.તીથવા, લાલશાનગર ધાર તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમોને પકડી પાડ્યા હતા. જયારે સવજીભાઇ બાલાભાઇ કોળી (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી) અને રમેશભાઇ બોઘાભાઇ ભરવાડ (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી) પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા-૧૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.