મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે જાંબુડીયા ગામે જુગાર અંગે રેઇડ કરવામાં આવી હતી. જેમાં ગામમાં મંદિર પાછળ જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે ઓએસની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા નિલેશભાઈ દિનેશભાઇ મજેઠીયા ઉવ.૨૨ રહે. મોરબી સો ઓરડી, કેતનભાઈ મુકેશભાઈ શિરોહિયા ઉવ.૧૯ રહે. જાંબુડીયા ગામ તા.જી.મોરબી તથા અજયભાઈ માણેકભાઈ ત્રિવેદી ઉવ.૨૧ રહે. જીના હાઉસિંગ બોર્ડ પાછળ મોરબી-૨ વાળાને રોકડા રૂ.૧૪,૭૦૦/- રંગેહાથ ઝડપી લેવાયા છે, આ સાથે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









