મોરબી જીલ્લામાં જુગાર રમતા જુગારીઓ પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસની ટીમે નાનારામપર ગામે નદીના કાઠે જુગાર રમતા ૩ જુગારીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ટંકારાનાં નાનારામપર ગામે નદીના કાઠે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા હાસમભાઇ દાઉદભાઇ સોઢા (રહે. હાલ મોરબી લાતી પ્લોટ શેરી નંબર-૪ ભવાની બેકરી ની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે. નસીતપર તા.ટંકારા જી.મોરબી), રમેશભાઇ નથુભાઇ ભાંભી (રહે. નસીતપર તા.ટંકારા જી.મોરબી) તથા હાસમભાઇ કાસમભાઇ શેખ (રહે. મોરબી પંચાસર રોડ પેટ્રોલપંપની બાજુમાં ચકકી પાસે મુળ રહે. હળવદ મોચી બજાર ખત્રીવાડ તા.હળવદ જી.મોરબી) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ. ૩૧૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.