Wednesday, June 18, 2025
HomeGujaratટંકારા પોલીસે સગીરાનું અપહરણ કરનાર અને મદદ કરનાર એમ કુલ બે આરોપીને...

ટંકારા પોલીસે સગીરાનું અપહરણ કરનાર અને મદદ કરનાર એમ કુલ બે આરોપીને ઝડપી પાડ્યા

ટંકારા તાલુકા લજાઇ ભીમનાથ રોડ, પવનસુત કારખાનામાંથી સગીરવયની બાળાનુ અપહરણ કરનાર આરોપીને ટંકારા પોલીસે પકડી પાડયો છે. પોલીસને મળેલ બાતમીના આધારે રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામે લઇ ગયો છે.અને ત્યા મજુરી કામ કરે છે તેવી બાતમીનાં આધારે તે જગ્યાએ જઈ આરોપીને પકડી પાડયો છે.તેમજ ગુનામાં મદદગારી કરનાર આરોપીનું નામ ખુલતા તેની અટક કરી આવકની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાએ મોરબી જિલ્લામાં મહીલા અને બાળાઓ વિરૂધ્ધ બનતા ગુનાઓના આરોપીઓને તાત્કાલીક પકડી ગુમ, અપહરણ સબંધી ગુનાઓમાં પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપી હતી. જેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગે સગીર બાળાઓ સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપ્યું હતું. ટંકારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.૨.નં. ૪૯૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૩૭(૨),૮૭,૫૪ હેઠળના ગુનામાં ફરીયાદીની સગીરવયની બાળાને આરોપી ભાવેશભાઈ વરશીભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાળીયા વાળો ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો. જે ગુનાના હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સીસ આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ, હરપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ જેઠવાને બાતમી મળી કે આરોપી ભોગબનનારને ભગાડી અપહરણ કરી રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામે લઇ ગયો છે. અને ત્યા મજુરી કામ કરતો હોવાની બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સગારકા સાથે પોલીસ ટીમને રાજસ્થાન ખાતે તપાસમાં મોકલતા આરોપી તેમજ ભોગબનનાર બન્નેને રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામેથી હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી ભાવેશ વજશીભાઈ ચાવડા રહે. કોટડીયા તા.જામ ખંભાડીયા જી.દેવભુમી દ્વારકા વાળાની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં આરોપી ભોગ બનનારને ભગાડી જવામાં મદદગારી કરનાર તરીકે ગોરધનભાઇ ઉર્ફે રાહુલ જામનગર ખાતેથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સહ આરોપી તરીકે પ્રવિણભાઈ ચાવડા રહે.કોટડીયા જામ ખંભાડીયા તાલુકો દેવભુમી દ્રારકા વાળાનું નામ ખુલતા સહ આરોપીને પકડી પાડયો આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં પોલીસ ઇન્સેકટર કે.એમ.છાસીયા, PSI એસ.એન.સગારકા, ASI જીતેન્દ્રકુમાર ભાલોડીયા, PC દશરથસિંહ જેઠવા, રવિરાજસિંહ જાડેજા, બળવંતભાઇ દેગામા, પંકજભા ગુઢડા તથા મહીલા પોલીસ કોન્સ્ટેબલ નીજુબેન સેંજલીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!