ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો હોવાનો દાવો સરકાર કરે છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ હેડ કોન્સ્ટેબલને ASI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં મોરબી એસ.ઓ.જી.માં ફરજ બજાવતા જુવાનસિંહ ઝાલા, મોરબી એલ.સી.બી.માં ફરજ બજાવતા જયસુખભાઈ વસીયાણી અને મહિલા પોલીસમથકમાં ફરજ બજાવતા મયુર ધ્વજ સિંહ જાડેજાને ASI નું પ્રમોશન મળ્યું છે. ત્યારે આગામી સમયમાં ત્રણેય પોલીસ કર્મચારીઓ પ્રગતિના શિખરો સર કરે તેવી મોરબી મીરર પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.