હવામાન વિભાગ ની અગાહી મુજબ મોરબીમાં આજે આખો દિવસ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે પરંતુ સાંજથી મોરબી શહેરી વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
જેમાં મોરબીમાં સાંજે ૬ વાગ્યા થી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં છ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તેમજ આ જ સમયગાળા દરમિયાન ટંકારામાં ૧૪મીમી,માળીયા(મી) માં ૦૪મીમી ,વાંકાનેર માં ૦૮મીમી અને હળવદમાં ૦૮ મીમી વરસાદ નોંધાયો છે હજુ આવતીકાલે પણ વરસાદ ની આગાહી આપવામાં આવી છે જો મોરબીમાં આજે આખી રાત આ જ રીતે સતત વરસાદ ચાલુ રહ્યો તો જનજીવનને સામાન્ય અસર થવાની પૂરે પુરી શકયતા સેવાઇ રહી છે.
કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમ ઓવરફ્લો થવાના આરે આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન મોરબીમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જે વચ્ચે મોરબી જિલ્લાનાં કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમમાં ઉપરવાસમાં પડેલ સારા વરસાદને કારણે 1764 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ છે. જેથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં થાય તેવી સપાટીએ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. અને કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, માવુંનું ગામ, જીજુડા અને સામપર ગામનાં લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.