Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી : જાંબુડીયા ગામે કારખાનામાં એરપ્રેસરના કમ્પ્રેસરમાં અકસ્માત થતાં બિહારનાં યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મુળ બિહારનાં વતની અને હાલ જુના જાંબુડીયા ગામ નજીક આવેલ વિન્ટોપ સિરામિક એકમમાં રહેતા અરબિંદકુમાર દીનદયાળસિંહ (ઉ.વ.૩૦) ગઈકાલે તા. ૧૨નાં રોજ ડીજી રૂમમાં ઓપરેટર તરીકે કામ કરતા હોય દરમ્યાન મોડી રાત્રી થી સવારના સમય ગાળા દરમ્યાન ડીજી રૂમમાં આવેલ એરપ્રેસરના કમ્પ્રેસરના અક્સમાત થતા અરબિંદકુમારને મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : રાજગઢ ગામ નજીક હાર્ટએટેક આવતાં આઘેડનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામે રહેતા લાખાભાઇ લઘરાભાઈ માંધાણી (ઉ.વ.૫૦)ને ગઈકાલે તા. ૧૨નાં રોજ વાંકાનેરનાં રાજગઢ ગામ પાસે હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મોરબી : સીરામીક કારખાનામાં બીમારી સબબ આધેડનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે લાલપર ગામની સામે સીસમ સીરામીક કારખાના રહેતા દિનેશભાઈ મનજીભાઈ સોલંકી (ઉં.વ.૫૫) ને છેલ્લા એક અઠવાડિયાથી નબળાઈ તથા તાવ આવતો હોય અને તા. ૧૨નાં રોજ કોઈ કારણસર તેઓનું મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!