રાત્રીના અંધારામાં ટ્રેક્ટરની દાંતી સાથે કાર અથડાઈ હતી તે સમયે સામેથી આવતી સ્વીફ્ટ કાર અથડાતા સર્જાયો ત્રિપલ અકસ્માત
હળવદ તાલુકાના વેગડવાવ ગામ નજીક રોડ ઉપર ટ્રેક્ટરમાં પાછળ આવેલ દાંતીમાં સિગ્નલ લાઈટ કે રીફલેક્ટર લાઈટ વગર જઇ રહેલા ટ્રેક્ટરની દાંતી સાથે કાર અથડાઈ હતી, ત્યારે સામેથી આવતી અન્ય એક સ્વીફ્ટ કાર આ કાર સાથે અથડાતા કાર સવાર દંપતીને સામાન્ય ઇજા પહોંચી હતી તથા સ્વીફ્ટ કાર ચાલકને પણ ઇજા થઇ હતી. બીજીબાજુ બંને કારમાં નુકસાની પહોંચતા હળવદ પોલીસ મથકમાં ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર હળવદના આનંદ બંગલોઝમાં રહેતા કિશોરભાઇ મનજીભાઇ સોલગામા ઉવ.૩૫ એ આઇસર કંપની ટ્રેક્ટર જીજે-૦૮-જે-૫૬૦૨ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૬/૦૭ના રાત્રીના ૮ વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલાવાળુ આઇશર કંપનીનુ વાદળી કલરનુ ટ્રેક્ટર રાત્રીના સમયે પાછળની બ્રેક લાઇટ તથા પાછળ રીફ્લેક્ટર વગર પાછળ ટ્રેક્ટરની દાંતી સાથે ભેંસ બાંધીને માણસોની જીંદગી જોખમાઇ તે રીતે બેકફીકરાઇ પૂર્વક ચલાવી નીકળતા કિશોરભાઈની ફોરવ્હીલ ગાડી દાંતી સાથે અથડાઈ હતી. ત્યારે તે સમયે સામેથી આવતી સ્વીફ્ટ કાર કિશોરભાઈની ગાડી સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બાનાવમાં કાર સવાર કિશોરભાઈ અને તેમની પત્નીને આંગળમાં ફેક્ચર તથા શરીરના અન્ય ભાગે મુંઢ ઇજા તથા ફુટ જેવી ઇજાઓ પહોંચી હતી જ્યારે સ્વીફ્ટ ગાડીના ચાલકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી તેમજ કિશોરભાઈની કારને તથા સ્વીફ્ટ કારમાં અંદાજે ૨૦ હજાર જેવું નુકસાન થયું હતું. હાલ હળવદ પોલીસે ફરિયાદી કિશોરભાઈની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.