Friday, December 27, 2024
HomeGujaratજેતપર રોડ પરના રંગપર ગામે ખૂંટીયો આડે ઉતરતા ડમ્પર દીવાલ સાથે ભટકાયું:...

જેતપર રોડ પરના રંગપર ગામે ખૂંટીયો આડે ઉતરતા ડમ્પર દીવાલ સાથે ભટકાયું: મહિલા સહિત ત્રણને ઇજા

મોરબી જિલ્લામાં રોડ પર રખડતા ઢોરના ત્રાસે માજા મૂકી છે જેને લઈને અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવે છે ત્યારે એવો જ એક કિસ્સો મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સીરામીકના કારખાના પાસે બન્યો જેમાં ખૂંટીયો આડે ઉતરતા બેકાબુ ડમ્પર દીવાલ સાથે અથડાયુ હતું જેમાં દીવાલ પડતા એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

જેતપર રોડ પરના રંગપર ગામેં આવેલ સેફીલો સિરામીકના કારખાના પાસેથી બેફામ સ્પીડે આવતા ડમ્પનં- GJ-12-AT-9510 આડે અચાનક ખૂંટીયો આડે ઉતરતા ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આડેધડ દોડતું ડમ્પર સેફીલો સિરામીકની દિવાલ સાથે અથડાતા એક્સમાંત સર્જાયો હતો જેમાં દીવાલ પડતા ચરણસીંગ ગેડાસીંગ સીંગ (ઉ.વ-૨૩ રહે.સેફીલો સીરામીકના લેબર ક્વાટરમાં રંગપર ગામ)ને ડાબા પડખાના ભાગે પાંસડીમાં ફેક્ચર તથા ડાબા ફેફસાના ભાગે ઇજા તેમજ સાહેદ સુનિતાબેન તથા મહેશભાઇ આચાર્યને પણ શરિરે નાની મોટી ઇજા પહોંચી હતી. આ અંગે ઇજાગ્રસ્ત ચરણસિંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!