મોરબી જિલ્લામાં યમદૂત સમાન ડમ્પર ચાલકો એક બાદ અકસ્માતો સર્જી રહ્યા છે. ત્યારે ગત તા.૨૬ એપ્રિલે હળવદ – મોરબી હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને હડફેટે લેતા કારમાં સવાર ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના નીચી માંડલ ગામ ખાતે રહેતો સ્મિત હિતેષભાઇ અઘારા નામનો યુવક ગત તા.૨૬/૦૨/૨૦૨૩ ના રોજ પોતાની GJ-36-AF-1921 નંબરની હયુન્ડાઇ કંપનીની I-10માં બપોરના સમયે હળવદ – મોરબી હાઇવે ઉપર ઉંચી માંડલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે નીંચી માંડલ ગામ અને ઉંચી માંડલની વચ્ચે આવતી દરગાહ પાસે સામેથી પુરપાટ ઝડપે આવતા GJ-03-BW-9214 નંબરના ટ્રક ડમ્પરના ચાલકે સ્મિતની કારને તથા તેમા બેસેલ બાળકોને હડફેટે લેતા સ્મીતને જમણા હાથમા કાંડામા તથા બંને પગના સાથળમા ફેકચર તથા શરીરે છોલછાલ ઇજાઓ તથા કારમા બેસેલ દિપ નિલેષભાઇ વાળાને જમણા પગના સાથળમા તથા ઘુટણમા ફેકચર તથા જમણા હાથના પંજામા ફેકચર તથા ગાલ ઉપર છોલછાલ તથા ધ્રૂવિનભાઇ વિનોદભાઇને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ટ્રક ડ્રાયવર અકસ્માત સર્જી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.