આજે સમગ્ર મોરબી જિલ્લામાં મેઘ વરસ્યા છે ત્યારે એક બાજુ ખેડૂતો અને લોકોને હાશકારો થયો છે પણ સાથે જ હળવદના સુંદરિભવાની ગામે દેગામા પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું છે .
જેમાં હળવદના સુંદરીભવાની ગામે રહેતા વાઘજીભાઈ ગફિલભાઈ દેગામા પોતાના ભાઈ શૈલાભાઈ ગફિલભાઈ દેગામા અને પત્ની રાજુબેન વાઘજીભાઈ દેગામા સાથે પોતાની વાડીએ હતા તે દરમિયાન વરસાદને કારણે અચાનક દીવાલ ઘસી પડતા ત્રણે લોકો દિવાલના કાટમાળ હેઠળ દબાઈ જતા ત્રણેના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા જેથી મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.