હળવદ શહેર છોટાકાશી તરીકે જગ વિખત્યાત છે. ત્યારે હળવદમાં અનેક મહાનપુરુષોએ જન્મ લઈને દેશ અને સમાજને અનેક વિશેષ સેવાઓ પુરી પાડી છે અને સમાજને નવો રાહ ચીંધ્યો છે. ત્યારે આવું જ વધુ એક કાર્ય હળવદના ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ઠક્કર પરિવારના ત્રણ પરિવારજનોએ દેહદાનનો સંકલ્પ કર્યો છે. અને દેહદાન સંકલ્પ પત્ર GEMERS મોરબી મેડિકલ કોલેજમાં સુપ્રત કર્યો છે.
હળવદે પહેલેથી જ શૂરવીર ભૂમિ તરીકે પ્રખ્યાત છે. અત્યારના જમાના પ્રમાણે દેહદાન કે અંગદાનનો સંકલ્પ કરવો તે એક પ્રકારે શૌર્ય અને સમર્પણ ભર્યું કાર્ય છે. ત્યારે હળવદ ખાતે રહેતા ઠક્કર પરિવારના એક સાથે ત્રણ પરિવારજનોએ દેહદાન માટે સંકલ્પ કર્યો છે.
જેમાં મેંઢા કમલાબેન માણેકલાલ, મેંઢા નયનાબેન માણેકલાલ અને પાર્થ અનિલકુમાર માનસેતાએ મૃત્યુ બાદ મેડિકલ સ્ટુડન્ટને મેડિકલ અભ્યાસ માટે કામમાં લાગે તે માટે અને આંખો અને જરૂરી અંગો જે અંગોની જરૂરિયાત છે. તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે આ ભગીરથ કાર્ય બદલ આ દેહદાનનો સંકલ્પ કરનાર ઉદાર હૃદયના દાતાઓની ચો-મેરથી સરાહના થઈ રહી છે…