Saturday, January 11, 2025
HomeGujaratટંકારામાં અગાઉ કરેલ પોલીસ કેસ બાબતનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા ખેડૂત...

ટંકારામાં અગાઉ કરેલ પોલીસ કેસ બાબતનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા ખેડૂત ઉપર હુમલો

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા મહમદ ઉસ્માનભાઇ બાદી ઉવ.૩૦ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા રહે- ટંકારા તથા બે અજાણ્યા આરોપી એમ કુલ મળી ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી મુકેશભાઈ ઝાપડા ઉપર અગાઉ પોલીસ કેસ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ગત તા.૦૨/૦૩ ના રોજ આરોપી મુકેશભાઈ ઝાપડા બ્લુ કલરની નંબર વગરની સ્વીફટ ગાડીમા ટંકારા-અમરાપર રોડ, ગેસની એજન્સી પાસે આવી તથા તેની સાથે આવેલ અજાણ્યા બે આરોપી શખ્સોએ મહમદ ઉસ્માનભાઈને લાકડાના ધોકા વડે બંને પગમા માર મારી ગાળો આપી કહ્યું કે ‘મુકેશભાઈના પૈસા પાછા આપી દેજે નહીતર તને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી હતી. ત્યારે બનાવ અંગે મહમદ ઉસ્માનભાઈએ પ્રથમ ટંકારા પોલીસ મથકમાં લેખિત અરજી કરી ત્યારબાદ ગઈકાલે રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!