મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ પાસેથી અસામાજિક તત્વોનાં આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઉછીના આપેલ રૂપિયા યુવકે પરત માંગતા ત્રણ ઈસમોએ યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રવાપર ઘુનડારોડ શક્તિ ટાઉન સોસાયટીની સામે વાસુરભાઇ જારીયાના ઓરડીમાં રહેતા દુર્ગાબેન રતીભાઇ બીકેના દિકરા પ્રકાશએ રતન રામબહાદુર થારૂ (રહે. રવાપર રોડ લોટસ સોસાયટીની સામે ઓરડીમાં મોરબી)ને હાથ ઉછીના રૂ.૫૦૦૦/- આપેલા હોય જે પૈસા પ્રકાશે પરત માંગતા ઈસમને સારૂ નહી લાગતા રતન થારૂ, માનબહાદુર પદમબહાદુર વિશ્વકર્મા તથા કમલ થારૂએ પ્રકાશના ઘરે આવી પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપીમાથાના ભાગે મુર્તિ મારતા માથાના ભાગે ગંભીર ઇજા કરેલ અને શરીરે ઢીકા પાટુનો મુઢમાર મારી માટલા વડે હાથમાં તથા પગમા મારતા ડાબા હાથમાં ફેકચર જેવી ઇજા કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.