વાંકાનેર તાલુકાના લુણસર ગામે તાલુકા પોલીસની રેઇડ દરમિયાન ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા લાલજીભાઈ કુકાભાઈ લાલુકીયા ઉવ.૪૦, પંકજભાઈ ખીમજીભાઈ વાટુકીયા ઉવ.૩૪ તથા દિનેશભાઇ ખીમજીભાઈ ધોરીયાણી ઉવ.૪૫ ત્રણેય રહે. લુણસર ગામ તા.વાંકાનેર વાળાને રોકડા રૂ.૫,૨૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારે વાંકાનેર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.